Top News

Bhool Bhulaiyaa 3 Tripti Dimri | તૃપ્તિ ડિમરી ભૂલ ભુલૈયા 3।ફિલ્મ ઓફર કરવા પર એકટ્રેસે કર્યો ખુલાસો, દિવાળી પર થશે રિલીઝ


Bhool Bhulaiyaa 3 Tripti Dimri | તૃપ્તિ ડિમરી ભૂલ ભુલૈયા 3।ફિલ્મ ઓફર કરવા પર એકટ્રેસે કર્યો ખુલાસો, દિવાળી પર થશે રિલીઝ
Bhool Bhulaiyaa 3 Tripti Dimri | તૃપ્તિ ડિમરી ભૂલ ભુલૈયા 3 । ફિલ્મ ઓફર કરવા પર એકટ્રેસે કર્યો ખુલાસો, દિવાળી પર થશે રિલીઝ

Bhool Bhulaiyaa 3 Tripti Dimri | તૃપ્તિ ડિમરી ભૂલ ભુલૈયા 3।ફિલ્મ ઓફર કરવા પર એકટ્રેસે કર્યો ખુલાસો, દિવાળી પર થશે રિલીઝ

Bhool Bhulaiyaa 3 Tripti Dimri | તાજેતરમાં તૃપ્તિ ડિમરી સહિત અન્ય કો સ્ટાર અને ફિલ્મ મેકર્સએ તેમના સોશિયલ મીડિયા પર એક ભૂલ ભુલૈયા 3 નું પોસ્ટર શેર કર્યું હતું. ફિલ્મ દિવાળી પર 1 નવેમ્બર 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Bhool Bhulaiyaa 3 Tripti Dimri | તૃપ્તિ ડિમરી (Tripti Dimri) બી-ટાઉનની સૌથી પોપ્યુલર એકટ્રેસેમાંની એક માનવામાં આવે છે. એકટ્રેસ તેના સપનાને સાકાર કરવા સખત મહેનત કરી રહી છે. તે રણબીર કપૂર અભિનીત ફિલ્મ એનિમલ બાદ દેશની નેશનલ ક્રશ બની ગઈ હતી અને રાતોરાત ખ્યાતિ મેળવી હતી. જો કે તે ઘણા ફિલ્મ નિર્માતાઓ સાથે પણ કામ કરી રહી છે અને તેમાંથી અનીઝ બઝમી પણ છે. બંને કલાકારોએ આગામી હોરર-કોમેડી મૂવી ભૂલ ભુલૈયા 3 (Bhool Bhulaiyaa 3) માટે હાથ મિલાવ્યા છે. તાજેતરની એક ઇવેન્ટ દરમિયાન અભિનેત્રીએ ખુબજ ઉત્સુક હોવનો ખુલાસો કર્યો જ્યારે તેને ફિલ્મની ઓફર કરવામાં આવી હતી.

તૃપ્તિ ડિમરી ભૂલ ભૂલૈયા 3 (Tripti Dimri Bhool Bhulaiyaa 3)

25 સપ્ટેમ્બરના રોજ આયોજિત ઈન્ડિયા ટુડે મુંબઈ કોન્ક્લેવ 2024માં, તૃપ્તિ ડિમરીએ તેની આગામી ફિલ્મ વિશે વાત કરી હતી. અભિનેત્રી કહે છે, અનીસ બઝમીની ભૂલ ભુલૈયા 3 એક અદ્ભુત ફિલ્મ અને અવિશ્વસનીય ફ્રેન્ચાઇઝી છે. ‘જ્યારે મને ભૂમિકાની ઓફર કરવામાં આવી ત્યારે હું તેના પર વિશ્વાસ કરી શકી નહીં, મારુ એક સ્વપ્ન સાકાર થયું હતું. કાર્તિક આર્યન આ ફિલ્મ માટે પરફેક્ટ છે, આ ઉપરાંત મારી ફેવરિટ એકટ્રેસ વિદ્યા બાલન સાથે કામ કરવું આનંદદાયક હતું. તેની હાજરીમાં ધાકમાં સેટ પર પ્રદર્શન કર્યું હતું. હોરર-કોમેડી મૂવી વિશે કોઈ સ્પોઈલર આપ્યા વિના તે જણાવે છે કે અનીસએ તેનું દિગ્દર્શન શાનદાર રીતે કર્યું છે. મેકર્સ દ્વારા 27 સપ્ટેમ્બર, 2024ના રોજ હોરર-કોમેડી ભૂલ ભુલૈયા 3 ટીઝર (Bhool Bhulaiyaa 3Teaser) રિલીઝ થશે.

તાજેતરમાં કાર્તિક આર્યન સહિત અન્ય કો સ્ટાર અને ફિલ્મ મેકર્સએ તેમના સોશિયલ મીડિયા પર એક ભૂલ ભુલૈયા 3 નું પોસ્ટર શેર કર્યું હતું, જેના કેપ્શનમાં લખ્યું કે કે, (‘દરવાજા ખુલેંગા..ઇસ દિવાલી’) દરવાજો આ દિવાળી પર ખુલશે, અહીં જણાવી દઈએ કે ફિલ્મ દિવાળી પર 1 નવેમ્બર 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: દેવરા પાર્ટ-1 મુવી, જાન્હવી કપૂર અને Jr NTR અભિનીત આ ફિલ્મ કેમ છે ખાસ?

ભૂલ ભુલૈયા 3 રોહિત શેટ્ટી સિંઘમ અગેઇન સાથે ટક્કરમાં આવશે, કારણ કે બંને ફિલ્મો દિવાળી (નવેમ્બર 1, 2024) પર રિલીઝ થશે. ભૂલ ભુલૈયા 3 ટીમે અથડામણને ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સફળતા મળી ન હતી. આથી, ફિલ્મ નિર્માતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “સિનેમાના પ્રેમી તરીકે, મને આશા છે કે લોકો ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેઇન બંનેને મોટા પડદા પર જોશે. આ તહેવારોની મોસમ છે અને બંને ફિલ્મો ચાલી શકે છે.”

આ પણ વાંચો: સ્ત્રી 2 બોક્સ ઓફિસ કલેશન ડે 40।ડોમેસ્ટિકમાં બોક્સ ઓફિસ પર ₹600 કરોડ પાર કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ

તે વધુમાં ઉમેરે છે કે, ‘અજય દેવગન, રોહિત શેટ્ટી, અક્ષય કુમાર અને સિંઘમ અગેઇનના દરેક જણ ખૂબ સારા મિત્રો છે, તેઓ ભાઈઓ જેવા છે, કારણ કે મેં મારી કરિયરના અમુક તબક્કે તેમની સાથે કામ કર્યું છે. અથડામણ ભૂતકાળમાં થઈ છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે.’

અહીં જણાવી દઈએ કે રોહિત શેટ્ટીના આગામી એક્શનર સિંઘમ અગેઇનમાં અજય દેવગણ, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને જેકી શ્રોફ પણ છે.


    Post a Comment

    Previous Post Next Post