YouTuber Ranveer Allahbadia Hacked: રણવીર અલ્લાહબડિયા (Ranveer Allahabadia) એક ફેમસ યુટ્યૂબર છે જે બીયર બાઈસેપ્સ તરીકે પ્રખ્યાત છે, બુધવારે રાત્રે તેની બંને યુટ્યુબ ચેનલો હેક કરવામાં આવી ત્યારે તેને હેકિંગની ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. સત્તાવાર ચેનલનું નામ બદલીને ‘ટેસ્લા’ રાખવામાં આવ્યું હતું, અને હેન્ડલનું નામ બદલીને ‘@Elon.trump.tesla_live2024′ રાખવામાં આવ્યું હતું. જ્યારે તેની અંગત ચેનલનું નામ બદલીને @Tesla.event.trump_2024 રાખવામાં આવ્યું હતું.’
ચેનલો હેક થયા પછી તરત જ બધા ઇન્ટરવ્યુ વિડિઓઝ અને પોડકાસ્ટ પોસ્ટ ડીલીટ કરવામાં આવ્યા હતા. રણવીરના કન્ટેટની જગ્યાએ એલોન મસ્ક અને ડોનલ ટ્રમ્પ જેવા લોકપ્રિય નામો દ્વારા આકર્ષિત ઇવેન્ટ્સના જૂના વિડિયોઝ મૂકવામાં આવ્યા હતા. હવે, YouTube એ બંને ચેનલો કાઢી નાખી છે અને પેજ પર એક મેસેજ દેખાય છે જેમાં લખ્યું છે, “આ પેજ ઉપલબ્ધ નથી. તે માટે માફ કરશો. બીજું કંઈક શોધવાનો પ્રયાસ કરો.”
આ પણ વાંચો: તૃપ્તિ ડિમરી ભૂલ ભુલૈયા 3।ફિલ્મ ઓફર કરવા પર એકટ્રેસે કર્યો ખુલાસો
આ ઘટનાના કલાકો બાદ રણવીરે તેના Instagram હેન્ડલ @beerbiceps પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. ફૂડની તસવીર સાથે રણવીરે લખ્યું, “મારી બે મુખ્ય ચેનલ હેક થયાનું સેલિબ્રેશન હું મારા ફેવરિટ ફૂડ સાથે કરી રહ્યો છું. વેજ બર્ગર. બીયર બાઈસેપ્સનું મૃત્યુ ડાયટના મૃત્યુ સાથે થયું.’ જ્યારે આ ઘટના બની ત્યારે યુટ્યુબર સિંગાપોરમાં હતો પરંતુ તેણે સ્પષ્ટતા કરી કે તે મુંબઈ પાછો આવ્યો છે.
આ પણ વાંચો: દેવરા પાર્ટ-1 મુવી, જાન્હવી કપૂર અને Jr NTR અભિનીત આ ફિલ્મ કેમ છે ખાસ? જાણો
અન્ય એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે આંખ પર માસ્ક પહેર્યું છે તેવી સેલ્ફી પોસ્ટ કરી અને પ્રશ્ન કર્યો, “શું આ મારા યૂટ્યૂબ કરિયરનો અંત છે? તમને બધાને જાણીને આનંદ થયો.”
Post a Comment