Ahmedabad Government Press Recruitment, અમદાવાદ સરકારી પ્રેસ ભરતી: અમદાવાદમાં રહેતા અને માત્ર ધોરણ 8, ITI પાસ ઉમેદવારો નોકરી શોધી રહ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. સરકારી ફોટો લીથો પ્રેસ અમદાવાદ દ્વારા એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. વિવિધ ટ્રેનમાં એપ્રેન્ટીસ ભરતી માટે સંસ્થા દ્વારા ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ સરકારી પ્રેસ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
અમદાવાદ સરકારી પ્રેસ ભરતી માટે અગત્યની વિગતો
સંસ્થા | સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ |
પોસ્ટ | એપ્રેન્ટીસશીપ |
જગ્યા | 20 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
વયમર્યાદ | 14થી 25 વર્ષ વચ્ચે |
નોકરીનો પ્રકાર | એપ્રેન્ટીસશીપ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1 ઓક્ટોબર 2024 |
અરજી કરવાનું સરનામું | વ્યવસ્થાપક, સરકારી ફોટો લીધો પ્રેસ, દુધેશ્વર રોડ, અમદાવાદ |
અમદાવાદ સરકારી પ્રેસ ભરતી પોસ્ટની વિગતો
એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. જેની વિગત આ પ્રમાણે છે.
પોસ્ટ- ટ્રેડ | જગ્યા |
બુક બાઈન્ડર | 6 |
ઓફસેટ મશીન માઇન્ડર | 6 |
ડેસ્ક ટોપ પબ્લીસીંગ ઓપરેટર | 1 |
કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (કોપા) | 1 |
પ્લેટ મેકર (લીથોગ્રાફિક) | 5 |
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ | 5 |
અમદાવાદ સરકારી પ્રેસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટ- ટ્રેડ | શૈક્ષણિક લાયકાત |
બુક બાઈન્ડર | ધોરણ 8 પાસ |
ઓફસેટ મશીન માઇન્ડર | ધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય સાથે) |
ડેસ્ક ટોપ પબ્લીસીંગ ઓપરેટર | ITI પાસ (ડી.ટી.પી.ઓ) |
કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (કોપા) | ITI પાસ (કોપા) |
પ્લેટ મેકર (લીથોગ્રાફિક) | ધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય સાથે) |
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ | બેચલર ઓફ આર્ટ્સ-કોમર્સ |
વય મર્યાદા
એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. આ ભરતી માટે અરજી કરના ઉમેદવારોની વય મર્યાદા 1 ઓક્ટોબર 2024ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સાથે સ્વ પ્રમાણિત કરેલી નકલો સાથે તા. 1 ઓક્ટોબર 2024 સુધીમાં વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, દૂધેશ્વર રોડ, અમદાવાદને મળે તે રીતે અરજી કરવી.
આ પણ વાંચોઃ- આણંદની વિવિધ નગરપાલિકા કચેરીઓમાં ચીફ ઓફિસરની ભરતી, અહીં વાંચો બધી જ માહિતી
નોંધઃ- બુક બાઈન્ડર ટ્રેમાં આઈ.ટી.આઈ. પાસ કરેલું હશે તેને 1 વર્ષની છૂટ આપવામા આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.તાલીમનો સમયગાળો અને તેમજસ્ટાઈપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.
Post a Comment