VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : જો તમે વડોદરામાં રહો છો અને સારા પગારની નોકરીની શોધમાં છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે વડોદરામાં જ સારા પગારની નોકરી મેળવવા માટેની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી, ગાર્ડન સુપરવાઈઝરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા ભરતી |
પોસ્ટ | ગાર્ડન સુપર વાઈઝર |
જગ્યા | 5 |
વય મર્યાદા | 21થી 35 વર્ષ વચ્ચે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 સપ્ટેમબર 2024 |
ક્યાં અરજી કરવી | https://vmc.gov.in/Recruitment/ApplyOnline.aspx?PostId=V485 |
વડોદરા મહાનગરપાલિકા ભરતી, ગાર્ડન સુપરવાઈઝર પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 3 |
સા.શૈ.પ.વ. | 1 |
અ.જ.જા. | 1 |
શૈક્ષણિક લાયકાત
- B.Sc. (બાગાયત) પ્રથમ વર્ગ સાથે.
- M.Sc. (બાગાયત) ઉમેદવારોને પ્રાથમિક આપવામાં આવશે
વય મર્યાદા અને પગાર ધોરણ
વયમર્યાદા – આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 21 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએપગાર – પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 40,800 માસિક વેતન મળશ. ત્યારબાદ સંસ્થાના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે.
ઓલાઈન અરજી કેવી રીતે કરવી?
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો www.vmc.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહશેઅહીં આપેલા ગાર્ડન સુપરવાઈઝર પર એપ્લાય નાઉ પર ક્લિક કરવુંત્યારબાદ ફોર્મ દેખાશે અને ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાન પૂર્વ ભરવીફોર્મ અને ફી સબિમીટ કર્યાબાદ અરજીની પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.
ભરતી નોટિફિકેશન
વડોદરા મહાનગરપાલિકા ભરતી, ગાર્ડન સુપરવાઈઝરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
ઉમેદવારોને સૂચન છે કે ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી. ઉમેદવારોએ 29 સપ્ટેમ્બર 2024 સાંજના 16.59 વાગ્યા સુધીમાં અરજી કરવી.
Post a Comment