Top News

વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં સીટી એન્જીનિયરની નોકરી, ₹ 2 લાખ સુધીનો પગાર, વાંચો બધી માહિતી

વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં સીટી એન્જીનિયરની નોકરી, ₹ 2 લાખ સુધીનો પગાર, વાંચો બધી માહિતી
વડોદરા મહાનગરપાલિકા ભરતી, સીટી એન્જીનિયર - photo - Social media


વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં સીટી એન્જીનિયરની નોકરી, ₹ 2 લાખ સુધીનો પગાર, વાંચો બધી માહિતી

VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને તગડા પગારની નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે એકદમ સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ભરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની અન્ય માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટસીટી એન્જીનિયર
જગ્યા1
વય મર્યાદા45 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2024
સત્તાવાર વેબસાઈટwww.vmc.gov.in
ક્યાં અરજી કરવીhttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયરની એક પોસ્ટ માટે ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

VMC સીટી એન્જીનિયર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી એન્જીનિયર શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર અથવા ચાર્ટર્ડ એન્જિનિયર, સિવિલ એન્જિનિયરિંગ સ્નાતક કરેલું હોવું જોઈએ.

વડોદરા મહાનગરપાલિકા ભરતી, વય મર્યાદા અને પગાર ધોરણ

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત જો પગારની વાત કરીએ તો પસંદ કરેલા ઉમેદવારને પે મેટ્રિક 12 પ્રમાણે ₹ 78,800 થી ₹ 2, 09, 200 પગાર મળશે.

અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારએ 26 સપ્ટેમ્બર 2024થી 15 ઓક્ટોબર 2024 સાંજના 4.59 વાગ્યા સુધીમાં www.vmc.gov.in વેબસાઈટ પર ઓલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં 1.12 લાખ રૂપિયા વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો આજના તાજા સમાચાર

ઉમેદવારોને સૂનચ કરવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

    Post a Comment

    Previous Post Next Post