Top News

150 સેકન્ડ વૉકિંગ વર્કઆઉટ કૅલરી બર્ન કરવા માટે અસરકારક છે?


150 સેકન્ડ વૉકિંગ વર્કઆઉટ કૅલરી બર્ન કરવા માટે અસરકારક છે?
150-સેકન્ડ વૉકિંગ વર્કઆઉટ કૅલરી બર્ન કરવા માટે અસરકારક છે?

150 સેકન્ડ વૉકિંગ વર્કઆઉટ કૅલરી બર્ન કરવા માટે અસરકારક છે?

સુબ્બુરાજના મતે જો તમે રોજ ચાલવા ન જઈ શકો પરંતુ તમારા સ્ટેપ કાઉન્ટ વધારવા અને વજન ઘટાડવા માંગતા હોય તો તમારે આ વર્કઆઉટ અજમાવવું જોઈએ.

ચાલવાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે. તમારે દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું? કેટલા સ્ટેપ્સ ચાલવાથી ફાયદા થઇ શકે? અહીં વૉકિંગ કરવાનાની બધી બાબતો અને તેના ઘણા ફાયદાઓ આવરી લીધા છે. આને ધ્યાનમાં રાખીને અહીં 150-સેકન્ડ (2.5-મિનિટ) વૉકિંગ વર્કઆઉટની અસરકારકતાને નિસર્ગોપચારક જનાની સુબ્બુરાજએ સમજાવી છે. જો તમે ડેસ્ક જોબ કરતા હોવ તો આ 150 સેકન્ડનું વર્કઆઉટ અસરકારક સાબિત થઇ શકે છે.

સુબ્બુરાજના મતે જો તમે રોજ ચાલવા ન જઈ શકો પરંતુ તમારા સ્ટેપ કાઉન્ટ વધારવા, ફિટનેસ અને વજન ઘટાડવા માંગતા હોય તો તમારે આ વર્કઆઉટ અજમાવવું જોઈએ.

આ પણ વાંચો: હિના ખાને કીમોથેરાપી વચ્ચે સ્ટ્રેન્થ ટ્રેનિંગની ઝલક શેર કરી, કેન્સરના દર્દીઓ ફાયદા થઇ શકે?

150 સેકન્ડ વર્ક આઉટ (150 Second Work Out)

  • માર્ચ-પાસ્ટ : કોર અને પોશ્ચર સ્ટેબિલાઈઝેશન માટે 30 સેકન્ડ માટે આ વર્ક આઉટ કરો.
  • 30 સેકન્ડ જેક કરો : તે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરી શકે છે.
  • હાઈ નીઝ : તમારા હિપના ભાગને એક્ટિવ કરવા માટે સક્રિય કરવા માટે 30 સેકન્ડ માટે હાઈ નીઝ પ્રેક્ટિસ કરો.
  • બટ કિક કરો : તમારા ગ્લુટ્સ અને હેમસ્ટ્રિંગને એકટીવ કરવા માટે 30 સેકન્ડ માટે બટ કિક કરો
  • અંગૂઠાની વિરુદ્ધ સ્પર્શ : તમારા સંકલન અને સંતુલનને વધારવા માટે 30 સેકન્ડ માટે અંગૂઠાની વિરુદ્ધ સ્પર્શ કરો.

સુબ્બુરાજે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહે છે કે, દરેક કસરતને 10 રાઉન્ડ માટે પુનરાવર્તન કરો. તમે સરળતાથી કેલરી બર્ન કરી શકો છો.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણે ગર્ભાવસ્થા દરમિયાન કર્યા યોગ, બાળકના જન્મ બાદ ઝડપી રિકવરીમાં મદદ કરે?

શું આ નિયમિત અસરકારક છે?

બેંગલુરુની એસ્ટર વ્હાઇટફિલ્ડ હોસ્પિટલ ચીફ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રાજારામ એમ જણાવ્યું હતું કે ‘વધુ લોકોને એકટીવ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે તે એક સારી શરૂઆતની કસરત છે, પરંતુ તે વર્કઆઉટ પ્રોગ્રામ્સને સંપૂર્ણપણે બદલી શકતા નથી.’

શારીરિક તંદુરસ્તી જેવા લાંબા ગાળાના સ્વાસ્થ્ય લક્ષ્યોને હાંસલ કરવા માટે, સંતુલન જાળવવું જરૂરી છે. ડૉ. રાજારામના મતે જો દરરોજ વર્કઆઉટ કરવામાં આવે તો તમારું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.


    Post a Comment

    Previous Post Next Post