Top News

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : વર્ગ- 1 અને વર્ગ -2ની નોકરી મેળવવા માટે કરો અરજી, વાંચો બધી જ માહિતી


ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : વર્ગ- 1 અને વર્ગ -2ની નોકરી મેળવવા માટે કરો અરજી, વાંચો બધી જ માહિતી
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, ઈજનેર નોકરી - Photo - X @GandhinagarMC

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : વર્ગ- 1 અને વર્ગ -2ની નોકરી મેળવવા માટે કરો અરજી, વાંચો બધી જ માહિતી

GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગર મહાનગરપાલિકામાં મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 અને અધિક સિટી ઈજનેર વર્ગ -1ની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Recruitment 2024, GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ -2ની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા માટે વર્ગ-1 અને વર્ગ-2 પોસ્ટની ભરતી થશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 અને અધિક સિટી ઈજનેર વર્ગ -1ની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ઓનલાઈન અરજી પ્રક્રિયા જેવી મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટમદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 અને અધિક સિટી ઈજનેર વર્ગ -1
જગ્યા7
અરજી ફી100 ઉપરાંત ચાર્જ
વય મર્યાદાવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ3 ઓક્ટોબર 2024
વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યા
મદદનીશ ઈજનેર (યાંત્રિક)વર્ગ-26
અધિક સિટી ઈજનેર (સિવિલ)વર્ગ -11

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા માટે બહાર પાડેલી મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 અને અધિક સિટી ઈજનેર વર્ગ -1 ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ જે તે ફિલ્ડમાં એન્જીનિયરિંગ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આવેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

વય મર્યાદા અને પગાર ધોરણ

પોસ્ટવયમર્યાદાપગાર
મદદનીશ ઈજનેર (યાંત્રિક)18થી 35 વર્ષ વચ્ચે₹ 44,900-1,42,400
અધિક સિટી ઈજનેર (સિવિલ)18થી 40 વર્ષ વચ્ચે₹ 67,700-2,08,700

અરજી કેવી રીતે કરવી ?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં ₹ 40,000ની નોકરી મેળવવાનો ઉત્તમ તક, વાંચો બધી જ માહિતી

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવા જોઈએ.


    Post a Comment

    Previous Post Next Post