Top News

Side Effects of Banana: કેળા આ લોકો માટે ઝેર સમાન, કેળા ખાવામાં 5 વાત ધ્યાન રાખવી


Side Effects of Banana: કેળા આ લોકો માટે ઝેર સમાન, કેળા ખાવામાં 5 વાત ધ્યાન રાખવી
Banana Harmful For Diabetic Patients: કેળા ઘણા પોષક તત્વોથી ભરપૂળ ફળ છે, જો કે ડાયાબિટીસ દર્દીએ મર્યાદિત સેવન કરવું જોઇએ. (Photo: Freepik)

Side Effects of Banana: કેળા આ લોકો માટે ઝેર સમાન, કેળા ખાવામાં 5 વાત ધ્યાન રાખવી

Banana Harmful Fruits For Diabetic Patients: કેળા ઘણા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. કેળા ત્રણેય પ્રકારના દોષ સંતુલિત કરવાનું કામ કરે છે. જો કે અમુક વ્યક્તિઓ કેળાનું સેવન કરે તો સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Banana Harmful Fruits For Diabetic Patients: ફળ આપણા ડાયટનો એક મહત્વનો ભાગ છે, ફળમાં પણ, કેળા એક એવું ફળ છે જે આખું વર્ષ સરળતાથી મળી રહે છે. તે ખાવામાં મીઠું અને પોષક તત્વોથી ભરપૂર છે. કેળામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સાધારણ દેખાતા કેળા અનેક ફાયદા આપે છે. કેટલાક લોકો કેળાનું સેવન કરવાનું ટાળે છે. તેમને લાગે છે કે કેળા ખાવાથી વજન વધે છે. ડાયાબિટીઝના દર્દીઓ બ્લડ સુગર વધવાના ડરથી કેળા ખાવાનું ટાળે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આપણે કેળા કેમ ખાવા જોઈએ? કેળાની પોષક તત્વો ક્યા છે અને તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાંત ડો.સલીમ ઝૈદીએ જણાવ્યું હતું કે આપણા શરીરમાં ત્રણ દોષ છે, વાત્ત દોષ, કફ દોષ અને પિત્ત દોષ. આ ત્રણ પ્રકારના દોષ વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. કેળા આ ત્રણ દોષ સંતુલિત કરવાનું કામ કરે છે.

કેળાનો હળવો મીઠો દોષ વાત્ત દોષ શાંત કરે છે જે ચિંતા, શુષ્કતા અને અનિયમિત આંતરડાની હિલચાલને લગતી સમસ્યાઓ દૂર કરે છે અને પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. કેળાનું સેવન કરવાથી પિત્ત દોષ શાંત થાય છે, જેનાથી એસિડિટી, છાતીમાં જલન અને બળતરા જેવી સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ કેળાના પોષક તત્વો અને રોજ તેનું સેવન કરવાથી શું ફાયદા થાય છે.

100 ગ્રામ કેળા માં કેટલા પોષક તત્ત્વ હોય છે

કેલરી – 89કુલ ચરબી – 0.3 ગ્રામસંતૃપ્ત વસા – 0.1 ગ્રામકોલેસ્ટ્રોલ – 0 મિગ્રાસોડિયમ – 1 મિગ્રાપોટેશિયમ – 358 મિગ્રાકાર્બોહાઇડ્રેટ્સ – 23 ગ્રામડાયેટરી ફાઇબર – 2.6 ગ્રામસુગર – 12 ગ્રામપ્રોટીન – 1.1 ગ્રામવિટામિન સી – 14 ટકાઆયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ફાઇબરવિટામિન ડી, વિટામિન બી6,વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-6

પાચનક્રિયા સુધારે છે

કેળા એક એવું ફળ છે જેમાં ડાયટરી ફાઇબર હોય છે જે આંતરડાની હલચલને નિયંત્રિત કરે છે અને કબજિયાત મટાડે છે. કબજિયાત હોય તો રોજ કેળા ખાઓ. તમે જાણો છો કે કેળું કબજિયાતને દૂર કરે છે, ત્યારે તે ડાયરિયાની સમસ્યાઓનું પણ નિવારણ કરે છે.

Banana after workout
વર્કઆઉટ પછી કેટલા કેળા ખાવા જોઈએ અને કેટલા સમય બાદ (ફોટો ક્રેડિટ – એક્સપ્રેસ અને ફ્રીપીક)

શરીરને તાકાત આપે છે

કેળાનું સેવન કરવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. કાર્બોહાઈડ્રેટથી ભરપૂર કેળાનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરને તાકાત મળે છે. જે લોકો વધુ શારીરિક પ્રવૃત્તિ કરે છે તેમના માટે કેળાનું સેવન બહુ ફાયદાકારક છે. કેળાનું દૈનિક સેવન જિમ જનારાઓ અને ખેલાડીઓ માટે અમૃત સમાન છે.

મગજને સ્વસ્થ રાખે છે

આયુર્વેદમાં કેળાને સાત્વિક ભોજન માનવામાં આવે છે જે મનને શાંત અને સકારાત્મક રાખે છે. કેળા ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. તે આંખની દ્રષ્ટિ સ્પષ્ટ કરે છે. કેળા માત્ર શરીરને ઉર્જા જ નથી આપતું, પરંતુ તમારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

હાડકાં મજબૂત બનાવે છે

કેળાના સેવનથી હાડકાં મજબૂત થાય છે. 40 વર્ષની ઉંમર પછી કેળાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર, કેળા હાડકાની ઘનતા અને પ્રગતિને જાળવી રાખે છે.

શરીરનું વજન ઘટાડવામાં અને વજન વધારવામાં અસરકારક

શરીરનું વજન ઘટાડવા માટે કેળું ખૂબ કારગર સાબિત થાય છે. ડાયટરી ફાઇબરથી ભરપૂર કેળાનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ પર નિયંત્રણ રાખો છો. જે લોકોનું વજન ઓછું હોય છે અને સારી રીતે વજન વધારવા માંગે છે તેમણે કેળાનું સેવન કરવું જોઇએ. ડ્રાયફ્રૂટ, દહીં અને પીનટ બટરની સાથે કેળાનું સેવન કરશો તો તેનાથી તમારું વજન વધી જશે.

આ પણ વાંચો | ફ્લેટમાં કેટલા ફ્લોર સુધી રહેવું આરોગ્ય માટે સારું છે? વધુ ઉંચાઇ પર રહેવાથી હેલ્થ પ્રોબ્લમ થાય છે? જાણો

કેળા કોણે ન ખાવા જોઈએ?

જે લોકોને કફ દોષ વધુ હોય તેમણે કેળા ન ખાવા જોઈએ. તેનું સેવન કરવાથી શરદી-ખાંસીની સમસ્યા વધી શકે છે. ડાયાબિટીસ દર્દી 1 કે 2 કેળા ખાઈ શકે છે કારણ કે કેળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. કેળામાં કાર્બ્સ અને સુગર વધારે પ્રમાણમાં હોય છે, આથી મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઇએ.


    Post a Comment

    Previous Post Next Post