Top News

Mosquito Coil: મચ્છર ભગાડવા મોસ્કિટો કોઇલ વાપરનાર સાવધાન, આ ગંભીર બીમારીઓ થવાનું જોખમ


Mosquito Coil: મચ્છર ભગાડવા મોસ્કિટો કોઇલ વાપરનાર સાવધાન, આ ગંભીર બીમારીઓ થવાનું જોખમ
Mosquito Coil: મચ્છર ભગાડવા માટે મોસ્કિટો કોઇલ વપરાય છે. (Source: Pixabay)

Mosquito Coil: મચ્છર ભગાડવા મોસ્કિટો કોઇલ વાપરનાર સાવધાન, આ ગંભીર બીમારીઓ થવાનું જોખમ

Mosquito Coil Side Effects On Human Body: મચ્છર ભગાડવા કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક હેલ્થ રિપોર્ટ મુજબ, મોસ્કિટો કોઇલ થી શ્વાસ સંબંધિત સમસ્યા સૌથી વધુ થાય છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિને અસ્થમા કે બ્રોન્કાઇટિસ હોય તો આ લોકોને જોખમ વધી જાય છે.

Mosquito Coil Side Effects On Human Body: ચોમાસાના વરસાદમાં ઘરમાં નાના જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ કરીને આ સીઝનમાં મચ્છર સૌથી વધુ પરેશાન કરે છે. સાથે જ મચ્છર કરડવાથી વ્યક્તિને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઘેરી શકે છે. આવી સ્થિતિમાં, લોકો મચ્છર ઘર માંથી ભગાડવા માટે ઘણા પ્રકારની ટ્રીક અપનાવે છે. તેમા લોકો મચ્છર ભગાડવા માટે કોઇલનો ઉપયોગ સૌથી વધુ કરે છે.

જો કે મોસ્કિટો કોઇલ સુરક્ષિત છે કે નહીં તે વિશે અનેક પ્રકારના સવાલો લોકોના મનમાં અવાર નવાર ઉદ્ભવતા હોય છે. તેમા સૌથી મોટો સવાલ એ છે કે શું મચ્છર ભગાડવા માટે ઉપયોગમાં લેવાતી મોસ્કિટો કોઇલ મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ કોઇ અસર કરે છે? આ લેખમાં, અમે આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. ચાલો આ વિશે વિગતવાર સમજીએ-

હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, મોસ્કિટો કોઇલમાં એલિથરિન અને પાયરેથ્રોઇડ્સ જેવા એક્ટિવ ઘટકો હોય છે, જે મચ્છર દૂર રાખવામાં અસરકારક છે. જો કે, જ્યારે આ મચ્છર ભગાડવાની કોઇલ સળગાવવામાં આવે છે, ત્યારે તેમાંથી કેટલાક અતિ સૂક્ષ્મ કણો મુક્ત થાય છે. આ કણોમાં ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝિન અને પોલિસાયક્લીક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) જેવા હાનિકારક રસાયણો હોય છે. આ કેમિકલ માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો કરી શકે છે.

શ્વાસ સંબંધિત સમસ્યા

કેટલાક હેલ્થ રિપોર્ટ સૂચવે છે કે, મોસ્કિટો કોઇલ થી શ્વાસ સંબંધિત સમસ્યાઓ સૌથી સામાન્ય છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિને અસ્થમા કે બ્રોન્કાઇટિસ હોય તો આ લોકો માટે જોખમ વધી જાય છે. જ્યારે તમે આ મોસ્કિટો કોઇલ સળગાવો છો, ત્યારે તે પાયરેથ્રિન જંતુનાશકો, ડાયક્લોરો ડિફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન (ડીડીટી) અને કાર્બન ફોસ્ફરસ જેવા હાનિકારક પદાર્થો મુક્ત કરે છે.

ખાસ કરીને જો તમેમોસ્કિટો કોઇલ બંધ રૂમમાં સળગાવો છો તો આખા રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ભરાઇ જાય છે, તેનાથી ઓક્સિજનની માત્રા ઓછી થઇ જાય છે. લાંબા સમય સુધી આ રૂમમાં રહેવાથી વ્યક્તિને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અથવા ગૂંગળામણને કારણે મૃત્યુનું જોખમ પણ વધી જાય છે.

કેન્સર નું જોખમ

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ મચ્છર ભગાડનાર કોઇલના લાંબા ગાળાના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ પણ વધી શકે છે. ઉપર જણાવ્યા પ્રમાણે આ કોઇલ માંથી ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝિન જેવા કેમિકલ મુક્ત થાય છે. તે જ સમયે, ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઇએઆરસી) એ આ રસાયણોને કાર્સિનોજેન્સ તરીકે માન્યતા આપી છે. એટલે કે, આ રસાયણો કેન્સર, ખાસ કરીને ફેફસાના કેન્સર થવાનું જોખમ વધારી શકે છે.

સિગારેટ કરતાં પણ વધુ હાનિકારક

એટલું જ નહીં, સિડની યુનિવર્સિટીના એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે મચ્છર ભગાડનાર કોઇલ સળગાવવાથી 100 જેટલી સિગારેટનો ધુમાડો નીકળે છે. એટલે કે મોસ્કિટો કોઇલ હેલ્થ માટે સિગરેટ કરતા પણ વધારે ખતરનાક છે.

આ પણ વાંચો | ચોમાસામાં મલેરિયા અને ડેંગ્યુથી બચાવશે આ 5 સરળ ટીપ્સ, શરીર રહેશે સ્વસ્થ, બીમારી થશે દૂર

આ બધા ઉપરાંત મોસ્કિટો કોઇલના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કીન એલર્જી, માથામાં તીવ્ર દુખાવો, ખંજવાળ અને આંખોમાં બળતરા પણ વધી શકે છે.

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)


Post a Comment

Previous Post Next Post