Health Risk Of Living In High Rise Buildings: આજના સમયમાં ફ્લેટ એટલે કે બહુમાળી ઊંચી ઇમારતોમાં રહેવું એ અત્યંત સામાન્ય બાબત બની ગઈ છે. લોકોને હાઈ ફ્લોર પર રહેવું પણ ગમે છે. અહીંનો નજારો જોવા જેવો છે. જો કે તમને જણાવી દઈએ કે ઘણી વખત ફ્લેટમાં વધુ ઉંચાઇ પર રહેવું રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આવો જાણીએ આ વિશે વિસ્તારથી-
હકીકતમાં, તાજેતરમાં જ ઈન્ડિયન પોપ સિંગર ધ્વની ભાનુશાળીએ આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તે મુંબઈમાં 76માં માળે રહે છે. જો કે, આટલી ઊંચાઈ પર રહેવાથી ઘણી વાર તેમને અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લમનો સામનો કરવો પડે છે.
ધ્વનિ ભાનુશાલીનું કહેવું છે કે, ઘરે પહોંચતા જ તેને ઘણી વખત માથાનો દુખાવો થાય છે. આ સાથે તેઓ અજીબ બેચેની અનુભવે છે.
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
આ બાબત પર ઈન્ડિયન એક્સપ્રેસ સાથે એક ખાસ વાતચીતમાં પુણેના ખરાડીની મણિપાલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ પલ્મોનોલોજી ડો.મનોજ પવાર જણાવે છે, જેમ જેમ તમે ઊંચાઇ પર જાઓ છો તેમ તેમ હવામાં ઓક્સિજન લેવલ ઘટે છે, જે ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, ઊંચાઈ પર રહેવું સ્વાસ્થ્ય માટે સારું નથી. ખાસ કરીને જેમને શ્વસન સંબંધી સમસ્યા, અસ્થમા જેવી બીમારી હોય કે હૃદયને લગતી કોઈ તકલીફ હોય. સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો આ અસર પ્રત્યે ખાસ કરીને સંવેદનશીલ હોય છે.
ડોક્ટર પવાર ઉમેરે છે, લાંબા સમય સુધી ઓછા ઓક્સિજન લેવલ વાળા માહોલમાં રહેવાથી ક્રોનિક હાયપોક્સિયા થઈ શકે છે, જે હાઈ બ્લડ પ્રેશર, ઝડપી હૃદયના ધબકારા અને શ્વાસ લેવામાં મુશ્કેલી તરફ દોરી શકે છે. આ સમસ્યાઓ રાત્રે વધી જાય છે.
આ પણ વાંચો | ઘૂંટણની ઢાંકણી ઘસાઈ ગઇ છે? બાબા રામદેવની આ ટીપ્સ અનુસાર ફરી દોડતા થઇ જશો
કેટલું ઊંચાઈ પર રહેવું યોગ્ય છે?
આ સવાલ અંગે ડો.પવાર સમજાવે છે, આમ તો આ લેવલ દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે. જો કે 30 થી ઉપરના ફ્લોર ઓક્સિજન અને હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ફેરફારો દર્શાવવાનું શરૂ કરે છે. ’
Post a Comment