Knee Cartilage Injuries Treatment Tips: ચાલવું સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. વોક કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, સ્નાયુ મજબૂત બને છે, સ્થિતિસ્થાપકતા સુધરે છે અને શરીરનું વજન કન્ટ્રોલમાં રહે છે. ચાલવાથી આખા શરીરની કસરત થાય છે. વોક કરવાથી શરીરના અંદરના અવયવોથી લઇ બહારના અંગો સુધી તમામ સ્વસ્થ રહે છે. જે લોકોના ઘૂંટણ જકડાઈ જાય છે, તેઓ ચાલે તો પગની જડતા પર નિયંત્રણ આવે છે. વોક કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે ચાલવાથી ઘૂંટણની ઢાંકણી ઘસાઈ જાય છે.
થોડા સમય પહેલા સુધી 60 થઈ 70 વર્ષની ઉંમરે લોકો ઘૂંટણની ઢાંકણી ઘસાઇ જવાની વાતો સાંભળવા મળતી હતી, પરંતુ આજકાલ 30-40 વર્ષની ઉંમરે લોકોની ઘૂંટણની ઢાંકણી ઘસાઈ જાય છે. હવે સવાલ એ ઉઠે છે કે નાની ઉંમરમાં ઘૂંટણની ઢાંકણી ઘસાઇ જવાનું કારણ શું છે અને નાની ઉંમરમાં જ ઘૂંટણની ઢાંકણી ઘસાઇ જવા પાછળનું કારણ શું છે. શું ઘસાઇ ગયેલી ઘૂંટણની ઢાંકણી ફરી રિપેર કરી શકાય છે.
યોગગુરુ બાબા રામદેવ કહે છે કે, ઘસાઇ ગયેલી ઘૂંટણની ઢાંકણી ફરી રિપેર કરી શકાય છે. યુવાનોમાં 2 મહિનામાં તે રિપેર કરવામાં આવે છે અને વૃદ્ધ લોકોમાં તેઓ 9 મહિનામાં સંપૂર્ણપણે રિપેર થઇ જાય છે. ઘૂંટણનું ઓસ્ટિઓઆર્થરાઇટિસ ત્યારે થાય છે જ્યારે ઘૂંટણના હાડકાંને ટેકો આપતી કાર્ટિલેજ નાશ પામે છે. હાડકાં એકબીજા સાથે ઘસવા લાગે છે, જેના કારણે હાડકાંને નુકસાન થાય છે, હાડકાંમાં સોજો અને દુખાવો થાય છે. કાર્ટિલેજ એક ચિકણું પણ કડ માંશપેશી હોય છે જે હાડકાંને એકબીજા સાથે ઘસતા અટકાવે છે અને નુકસાનને અટકાવે છે. આવો જાણીએ એક્સપર્ટ પાસેથી કે ઘૂંટણની ઢાંકણીના ઘસારાને કેવી રોકી શકાય છે.
હરિયાળી વાતાવરણમાં ઊંડો શ્વાસ લો
જો તમે ઘૂંટણની ઢાંકણીના ઘસારાથી બચવા માંગો છો, તો તમે હરિયાળી વિસ્તારમાં ઊંડો શ્વાસ લો. હવે સવાલ એ ઉભો થાય છે કે, શું હવામાં આયર્ન, મિનરલ્સ કે પોષક તત્વો હોય જે હાકડાંને મજબૂત કરે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે હવામાં હાજર ઓક્સિજન ઘૂંટણને સ્વસ્થ બનાવે છે અને ઘૂંટણની ઢાંકણીના ઘસારાને અટકાવે છે. ઓક્સિજનના અભાવે શરીરમાં બળતરા વધી જાય છે અને અનેક પ્રકારના દુખાવાનું કારણ બને છે. પૂરતો ઓક્સિજન મળવાથી શરીર સ્વસ્થ રહે છે.
તંદુરસ્ત જીવનશૈલી અપનાવો
તંદુરસ્ત જીવનશૈલી અને આરોગ્યપ્રદ આહારનું સેવન કરવાથી તમે ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. બિન આરોગ્યપ્રદ રીતે ખાવું, પીવું, સૂવું અને જીવનશૈલી તમારા ઘૂંટણની તંદુરસ્તી પર અસર કરે છે. બિન આરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ડાયટ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને બગાડે છે.
ગાયના ઘી અને તલના તેલનું સેવન કરો
જો તમે હાડકાંને મજબૂત કરવા માંગો છો, તો દરરોજ સવારે ખાલી પેટ ગાયનું ઘી અથવા એક ચમચી તલનું તેલ લો. ગાયનું ઘી અને તલનું તેલ હાડકાંને મજબૂત બનાવે છે અને ઘસાઇ ગયેલી ઘૂંટણની ઢાંકણીને રિપેર કરે છે.
આ પણ વાંચો | મચ્છર ભગાડવા મોસ્કિટો કોઇલ વાપરનાર સાવધાન, આ ગંભીર બીમારીઓ થવાનું જોખમ
પ્રાણાયામ કરો
પ્રાણાયામ ખૂબ જ મહત્વ છે. કેટલાક લોકો પ્રાણાયામ કરી શકતા નથી તેથી તેમના શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. જો તમે ભસ્ત્રિકા, કપાલભાતી, અનુલોમ વિલોમ કરો છો, તો તમારી ઘૂંટણની ઢાંકણી ફરી રિપેર થઇ શકે છે.
Post a Comment