How Can We Prevent Malaria and Dengue In Monsoon: ચોમાસું વરસાદની ઋતુ તડકાથી રાહત આપે છે, પરંતુ અનેક બીમારીઓ પણ લાવે છે. ચોમાસાનું વરસાદવાળું ભેજવાળું વાતાવરણ ઘણા પ્રકારના જંતુઓ અને બેક્ટેરિયા ઉત્પન્ન થવા માટે યોગ્ય વાતાવરણ છે, જે શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બને છે. આ સીઝનમાં સ્કિનથી લઈ હેલ્થ સુધી બગડવાનો ખતરો રહે છે. આ સીઝનમાં સ્કીન સંબંધિત અમુક સમસ્યાઓ જેવી કે ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન, ચહેરા પર ફોલિક્યુલાઈટિસ, દાઘ અને જીવજંતુના ડંખ વધુ પરેશાન રહે છે.
દૂષિત ખોરાકને કારણે ઝાડા, ઊલટી અને ડાયરિયા આ સીઝનમાં સૌથી વધુ થતી બીમારીમાં છે. આ સીઝનમાં મચ્છર વધુ પરેશાન કરે છે અને બીમારી ફેલાવે છે. વરસાદની સીઝનમાં વાયરલ તાવ, શરદી, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું જોખમ પણ વધી જાય છે. જો તમે પણ વરસાદની સીઝનમાં મોસમી બીમારીથી બચવા માંગો છો, તો કેટલીક ખાસ ટિપ્સ અપનાવો, બીમારીઓ તમારાથી દૂર થઈ જશે.
મચ્છરો સામે રક્ષણ આપશે
જો તમે વરસાદની સીઝનમાં બીમારીથી દૂર રહેવા માંગો છો, તો મચ્છરોથી બચાવો. હેલ્થલાઈનના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધુ જોવા મળે છે. સૌથી પહેલા મચ્છર કરડવાથી પોતાને બચાવો. મચ્છરોથી બચવા માટે ફુલ બાંયના કપડાં પહેરો, પેન્ટ પહેરો અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ઉત્પન્ન ન થાય તે માટે ઘરની આસપાસ પાણી જમા ન થાય તેનું ધ્યાન રાખો.
તાજું અને ચોખું ભોજન જમવું
ચોમાસામાં દૂષિત પાણી અને ખોરાક જમવાથી ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગો થવાનું જોખમ વધુ રહે છે. આ ઋતુમાં બજારના નાસ્તા અને કાચા શાકભાજીનું સેવન કરવાનું ટાળો અને તાજા રાંધેલા ખોરાકનું સેવન કરવું. ફળો અને શાકભાજીનું સેવન કરતા પહેલા તેને સારી રીતે પાણી વડે ધોઈ લો અને તેની છાલ ઉતારીને ખાઓ.
પગની સંભાળ રાખો
વારંવાર વરસાદ પડવાના કારણે પગમાં એથ્લીટ ફુટ જેવા ફંગલ ઈન્ફેક્શનનું જોખમ વધુ રહે છે. તમારા પગને સ્વચ્છ અને શુષ્ક રાખો, વોટરપ્રૂફ શૂઝ પહેરો. જો તમારા મોજા અને પગરખાં ભીના થઈ જાય, તો તેને બદલી નાખો. જો તમને પગમાં કોઇ ઇન્ફેક્શન દેખાય તો એન્ટીફંગલ પાઉડર કે ક્રીમનો ઉપયોગ કરો.
શરીર હાઇડ્રેટેડ રાખો
આ ઋતુમાં શરીરને હાઇડ્રેટેડ રાખો. ઉલ્ટી અને ડાયેરિયાની સમસ્યા હોય તો ખાસ કરીને શરીરને હાઇડ્રેટ કરો. જો આ ઋતુમાં વધુ પડતો પરસેવો થાય તો ડિહાઇડ્રેશનની બીમારી વધી શકે છે. તમારે વધુને વધુ પાણીનું સેવન કરવું જોઈએ. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુનું શરબત, નારિયેળ પાણીનું સેવનકરો તેનાથી તમારી હેલ્થ સારી રહેશે.
આ પણ વાંચો | ડાયાબિટીસ ટાઇપ 1 અને ટાઇમ 2 માટે અકસીર છે આ 5 ચીજ, સદગુરુ પાસેથી જાણો ફાયદા
ઇન્ડોર એક્સરસાઇઝ કરો
ચોમાસાની સીઝનમાં શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે તમારે ઇનડોર એક્સરસાઇઝ કરવી જોઇએ. કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને રોગોથી બચાવે છે. ચોમાસા દરમિયાન શારીરિક તંદુરસ્તી જાળવવા માટે કસરત અને યોગ.
Post a Comment