Diabetes Control Tips By Sadhguru: ડાયાબિટીઝ એક એવી બીમારી છે જેને કન્ટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ કંટ્રોલ ન કરવામાં આવે તો તેની અસર શરીરના મહત્વના અંગો પર પડે છે. લાંબા સમય સુધી બ્લડ સુગર લેવલ ઉંચુ રહેવાથી હૃદય રોગ થવાનું જોખમ તેમજ કિડની અને ફેફસાંને નુકસાન પહોંચાડે છે. ટાઇપ-1 ડાયાબિટીસ ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ છે, જે જન્મથી જ થાય છે, જેને કન્ટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડે છે. જ્યારે ડાયટ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને ટાઇપ-2 ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ડાયટ કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. ડાયટમાં કાર્બોહાઈડ્રેટ ઘટાડવાથી અને પ્રોટીનનું સેવન વધારવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરી શકાય છે
સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, જો ડાયાબિટીસના દર્દીઓ ડાયટમાં ફેરફાર કરે છે, તો તેઓ સરળતાથી બ્લડ સુગર લેવલ સામાન્ય રાખી શકે છે. આહારમાં બરછટ અનાજનું સેવન કરો અને કેટલીક બાબતોનું ધ્યાન રાખો, તમે બ્લડ સુગર લેવલ સરળતાથી સામાન્ય રાખી શકો છો. બ્લડ સુગર લેવલ સામાન્ય રાખવા માટે કઈ કઈ કુદરતી પદ્ધતિઓ અસરકારક છે તે સદગુરુ પાસેથી જાણીએ.
ઘઉંનો લોટ નહીં રાગીનું સેવન કરો
રાગી એક બરછટ અનાજ છે જે લોહીમાં ખાંડના સ્તરને સરળતાથી નિયંત્રિત કરી શકે છે. રાગી એક ગ્લુટેન-મુક્ત અનાજ છે જે ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. રાગીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને આયર્ન જેવા ગુણ હોય છે જે શરીરને ઉર્જા આપે છે અને લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
દરરોજ અડધો કલાક ચાલવાનું રાખો
સદગુરુના જણાવ્યા મુજબ જો તમે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માંગો છો અથવા ભવિષ્યમાં આ બીમારીથી બચવા માંગો છો તો રોજ અડધો કલાક ચાલો. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે શરીરને એક્ટિવ રાખવું જરૂરી છે. 30 મિનિટ ચાલવાથી આ રોગને કંટ્રોલ કરવામાં મદદ મળશે. બ્લડ સુગર લેવલ નોર્મલ કરવા માટે તમારે યોગનો સહારો લેવો જોઇએ. અમુક યોગ ડાયાબિટીઝ સામે રક્ષણ આપે છે.
આ આહારનું સેવન કરવાનું ટાળો
ફાઇબરથી સમૃદ્ધ આહારનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉપયોગી છે જ્યારે સ્ટાર્ચનું સેવન અત્યંત હાનિકારક છે. આહારમાં સંતૃપ્ત, ચરબીયુક્ત અને સુગર યુક્ત ખાદ્યચીજોનું સેવન કરવથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે, તેથી આવી ખાદ્યચીજોનું સેવન કરવાનું ટાળો.
ભોજન લીલા શાકભાજીનો સમાવેશ કરો
જો ડાયાબિટીસ દર્દીઓ બ્લડ સુગર લેવલ નોર્મલ કરવા માગતા હોય તો નોનવેજ ખાવાથી બચો અને ભોજનમાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી ખાઓ. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં નબળાઇ અને થાક દૂર કરે છે અને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રાખે છે. આ બધા પોષક તત્વો શરીરને ઉર્જા આપે છે.
આ પણ વાંચો | આ 3 યોગ કરવાથી બ્લડ શુગર કંટ્રોલ થશે, ડાયાબિટીસ દર્દી માટે અસરકારક
આહારમાં રાજમા અને કઠોળનો સમાવેશ કરો
જો તમે બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા માંગો છો તો ડાયટમાં રાજમા અને કઠોળનો સમાવેશ કરો. રાજમા અને છોડ આધારિત પ્રોટીનથી ભરપૂર કઠોળમાં મેગ્નેશિયમ, આયર્ન, પ્રોટીન અને પોટેશિયમ હોય છે. જો ડાયાબિટીસ દર્દીઓ કઠોળનું સેવન કરે છે, તો તેમનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભોજન કર્યા બાદ બ્લડ સુગર લેવલ નોર્મલ રહે છે.
Post a Comment