Yoga For Diabetes Blood Sugar Control: યોગા મન અને તનને સ્વસ્થ રાખે છે. યોગાસન કરવાથી શરીર તંદુરસ્ત અને મન શાંત રહે છે. શરીરને મજબૂત અને સ્થિતિસ્થાપક રાખવામાં યોગાસન ફાયદાકારક રહે છે તેમજ ઘણી બીમારીથી દૂર રહી શકાય છે. હાલ ડાયાબિટીસ ઝડપથી ફેલાતી બીમારી છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેને કાબૂમાં રાખવો બહુ સરળ નથી. બસ થોડી લાપરવાહી દેખાડો અને શુગર લેવલ ઝડપથી વધે છે. પરંતુ આહાર અને જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને આ કામ ઝડપથી કરી શકાય છે.
જેમ કે જો તમે દરરોજ માત્ર 30 મિનિટ કાઢીને અમુક યોગાસન કરો છો તો તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. ખરેખર, અમુક યોગ આસન તમારા સુગર મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરમાં સુગર પાચનની ગતિને ઝડપી બનાવે છે. એટલું જ નહીં, યોગથી સ્વાદુપિંડનું કામ ઝડપી બનાવવામાં પણ મદદ મળી શકે છે અને ઇન્સ્યુલિનનો સ્રાવ વધારવામાં મદદ મળે છે. તો ચાલો જાણીયે ડાયાબિટીસ કન્ટ્રોલ રાખવા માટે 3 શ્રેષ્ઠ યોગ આસન
ડાયાબિટીસ દર્દી બ્લડ સુગર કન્ટ્રોલ કરવા આ 3 યોગ કરે (Best Yoga For Daibetes Control)
વિપરિતકર્ણી આસન કરવાના ફાયદા (Viparita karani asana)
વિપરિતકર્ણી આસન ડાયાબિટીસ દર્દીઓ માટે બહુ ફાયદાકારક છે. તે પેલ્વિક માંસપેશીઓ અને સ્વાદુપિંડના કાર્યને વેગ આપવા માટે મદદરૂપ છે. આમ કરવાથી માંસપેશી રિલેક્સ થઈ જાય છે અને શરીરમાં સ્ટ્રેસ લેવલ ઘટે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, હોર્મોન્સ યોગ્ય રહે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. વિપરિતકર્ણી આસન કરવાની રીત
વિપરિતકર્ણી આસન કરવાન રીત
- આ યોગાસન કરવા માટે દિવાલ સામે જમીન પર એક ટુવાલ અથવા યોગ મેટ પાથરો
- હવે મેટ પર સૂઈ જાઓ અને ખાતરી કરો કે તમારી જમણી બાજુ દિવાલ તરફ રહે
- ધીમે ધીમે તમારા પગન દિવાલની સામે લાવો, પગને દિવાલ તરફ 90 ડિગ્રીના એંગલ પર વાળો
- તમારા બંને હાથ તમારી કમર નજીક જમીન પર ટેકવો, હથેળી ઉપર આકાશ તરફ રહે તે ખાતરી કરો
- તમારા પગને પાછળ તરફ લઇ જતી વખતે તમારી ગરદન અને હડપચી આરામદાયક સ્થિતિમાં રહે તેની ખાતરી કરો અને પ્રત્યેક ગતિ સાથે શ્વાસ અંદર અને બહાર કાઢો છો
- તમે 5 મિનિટ સુધી પગ દિવાલ સામે ઝૂલતા રાખી શકો છો.
- એકવાર આસન થઇ ગયા બાદ, ધીમે ધીમે તમારા પગ જમીન પર પાછા મૂકવો
પશ્ચિમોત્તાનાસન આસન કરવાના ફાયદા (Paschimottanasana)
પશ્ચિમોત્તાનાસન આસન કરવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે, વજન ઘટાડવામાં મદદ મળે છે અને ચિંતા અને સ્નાયુઓનું જકડાવું દૂર થાય છે. પરંતુ ખાસ વાત એ છે કે તે ઇન્સ્યુલિન સેલ્સને ગતિ આપે છે અને પછી સુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ચાલો જાણીયે પશ્ચિમોત્તાનાસન આસન કરવાની રીત
પશ્ચિમોત્તાનાસન આસન કરવાની રીત
- પશ્ચિમોત્તાનાસન આસન કરવા માટે યોગ મેટ પર પગ સામે બાજુ લાંબા કરીને બેસો
- હવે શરીરને કમરથી આગળની તરફ વાળી બંને હાથ લાંબા કરી પગના પંજાને પકડો
- આ સ્થિતિમાં તમારું માથું પગના ઘુંટણને અડે તેવી રીતે રાખો
- આ સ્થિતિમાં 1 થી 3 મિનિટ સુધી રહો
હલાસન યોગ (Halasana)
હલાસન યોગ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રોત્સાહન આપવા અને સુગર કન્ટ્રોલ કરવામાં મદદરૂપ છે. તે લોહીમાં સુગર કન્ટ્રોલ કરે છે, તણાવ ઘટાડે છે, માથાનો દુખાવો દૂર કરે છે અને અનિદ્રાનાં લક્ષણોમાં સુધારો કરે છે. આ તમામ સુગર કન્ટ્રોલના પરિબળો છે. ચાલો જાણીયે હલાસન યોગ કરવાની રીત
હલાસન યોગ કરવાન રીત
- હલાસન કરવા માટે જમીન પર યોગ મેટ પાથરી નીચે સીધા સુઇ જાવ
- હવે પગ ધીમે ધીમે ઉપરની તરફ લઇ જાવો
- પછી પગ ધીમે ધીમે માથાથી ઉપર નીચે તરફ લઇ જાવ.
- આ દરમિયાન તમારા બંને હાથ નિંતબ પર રાખી કમરને ટેકો આપો
- આ આસનમાં 1 મિનિટ સુધી રહો
- હવે ધીમે ધીમે પાછળી સ્થિતિમાં પરત આવો.
Post a Comment